
અમે અમારા વિસ્તારના અને અન્ય વરિષ્ઠ નાગરિકોના અને સમાજના કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ગત ૧૬ વર્ષથી ચલાવી રહ્યા છીએ.
નામ:- સિનિયર સિટીઝન વિકાસ મંડળ -ચાંદખેડા .
સરનામું :- સિનિયર સિટીઝન ભવન ,(ચાંદખેડા નગર પાલિકા નિર્મિત ) શિવશક્તિ બસ સ્ટેન્ડ પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડ ,ચાંદખેડા-અમદાવાદ.પિન -૩૮૨૪૨૪.
રજીસ્ટ્રેશન :- ચેરિટી કમિશ્નરશ્રી દ્વારા ‘સાર્વજનિક ટ્રસ્ટ’ તરીકે નોંધણી કરાયેલ છે. નોંધણી નંબર :- ઈ ૧૩૧૪/ગાંધીનગર તા. ૧૨ ૦૯.૨૦૦૭ (જૂનો ) , ઈ ૨૧૨૯૬/અમદાવાદ તા.૨0.૧ ૨૦૧૬.(નવો).{ સંસ્થા વર્ષ ૨૦૧૫ થી ચેરિટી કમિશ્નરશ્રી અમદાવાદના અધિકાર ક્ષેત્રમાં આવતાં વર્ષ ૨૦૧૬માં નવો રજીસ્ટ્રેશન નંબર અમદાવાદથી અપાયેલ છે.}
સ્થાપના:- ૧૯.૧૦.૨૦૦૬.
સભ્ય સંખ્યા :- હાલ ૧૨૫ વાર્ષિક અને ૫ આજીવન સભ્યો
સ્થાપના વર્ષ
સંસ્થા વાર્ષિક સભ્યો પાસેથી વાર્ષિક રૂ.૪૦૦/- નો સભ્યપદ ફાળો લે છે,જે વર્ષ ૨૩-૨૪ થી વાર્ષિક રૂ.૫૦૦/- થશે.નવા દાખલ થતા સભ્યોએ રૂ.૨૦૦/- ની દાખલ ફી ભરવાની હોય છે .સંસ્થા સરકારશ્રી પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા મેળવતી નથી.સભ્યશ્રીઓ તરફથી અને બહારના હિતેચ્છુઓ તરફથી મળતું દાન એ જ સંસ્થાની મુખ્ય આવક છે.આ વિસ્તારમાં સ્થિત ઓ.એન.જી.સી. સંસ્થામાંથી પણ, સી.એસ.આર .ગ્રાન્ટ રૂપે સંસ્થાને સાધનો રૂપે સહાયતા અનેક વખત મળેલ છે.
અમે અમારા વિસ્તારના અને અન્ય વરિષ્ઠ નાગરિકોના અને સમાજના કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ગત ૧૬ વર્ષથી ચલાવી રહ્યા છીએ.વધુ વાંચો
સર્વાધિકાર સિનિયર સીટીઝન વિકાસ મંડળ –ચાંદખેડા . દ્વારા અનામત છે અને બ્રો સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત
સંસ્થામાં જોડાવા અથવા તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સભ્યપદ ફરજિયાત નથી. કોઈપણ વરિષ્ઠ નાગરિક સંસ્થામાં જોડાવા અને તેનો લાભ લેવા માટે મુક્ત છે. હાલમાં સંસ્થાના પરિસરની ક્ષમતાને આધીન વાર્ષિક ૧૨૫ સભ્યોની મહત્તમ સદસ્યતા રાખવામાં આવી છે, જો સુવિધાઓ વધારવામાં આવે તો તેમાં વધારો થઈ શકે છે. (તા. 31.08.23) સભ્યોના નામ નીચે મુજબ છે.
સંસ્થા વાર્ષિક સભ્યો પાસેથી વાર્ષિક રૂ.૪૦૦/- નો સભ્યપદ ફાળો લે છે,જે વર્ષ ૨૩-૩૪ થી વાર્ષિક રૂ.૫૦૦/- થશે.નવા દાખલ થતા સભ્યોએ રૂ.૨૦૦/- ની દાખલ ફી ભરવાની હોય છે .સંસ્થા સરકારશ્રી પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા મેળવતી નથી.સભ્યશ્રીઓ તરફથી અને બહારના હિતેચ્છુઓ તરફથી મળતું દાન એ જ સંસ્થાની મુખ્ય આવક છે.આ વિસ્તારમાં સ્થિત ઓ.એન.જી.સી. સંસ્થામાંથી પણ, સી.એસ.આર .ગ્રાન્ટ રૂપે સંસ્થાને સાધનો રૂપે સહાયતા અનેક વખત મળેલ છે.
સંસ્થાની આર્થિક સ્થિતિ એકંદરે સ્થિર અને સંતોષજનક છે, પરંતુ એટલી સારી નથી કે સંસ્થાના ભવનમાં જરૂરી મોટા ફેરફારો હાથ ધરી શકે , કે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણની બીજી યોજનાઓ હાથ ધરી શકે.આ માટે સંસ્થા સભ્યો અને સમાજ તથા શુભેચ્છકો તરફથી ઉદાર ફાળાની આશા રાખે છે.