ફોન નંબર

શ્રી પ્રકાશભાઈ એચ .શાહ +918460370378

શ્રી ઓમપ્રકાશ ડી. વોરા +918780144705

ઈમેલ

odvoraosr@gmail.com

અમારા વિશે

કવિતા

સંસ્થાનું મકાન

સંસ્થાનું  ભવન:- સંસ્થાનું ભવન ચાંદખેડા નગર પાલિકા દ્વારા બનાવી ૨૦૦૬ માં સંસ્થાને આપવામાંઆવ્યું હતું.ત્યાર બાદ સંસ્થાના સભ્યોના ફાળાથી ,પાકા પરિસરનું નિર્માણ કર્યું હતું.સ્થાનિક  મ્યુનિસિપલકાઉન્સિલર શ્રી અરુણસિંગ રાજપૂત સાહેબ દ્વારા તેમના બજેટ માંથી ફાળવણી દ્વારા પરિસરમાં રૂ.ત્રણલાખના ખર્ચે કોટા સ્ટોન ફ્લોરિંગ અને શેડનું નિર્માણ કરાવવામાં આવેલ છે.વર્તમાન રાજ્યસભા સાંસદઅને ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી-ગુજરાત રાજ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય આયોજન પંચ  – શ્રીનરહરિભાઈ અમીન સાહેબ દ્વારા જન સહાયક ટ્રસ્ટ ના નેજા હેઠળ  સંસ્થાના મકાનનું રીનોવેશન રૂ.પાંચલાખના ખર્ચે કરાવવામાં આવેલ છે.પરિસરના બાકીના ભાગમાં પણ શેડનું નિર્માણ અને સમગ્ર પરિસરનેફરતે ગ્રિલનું ફિટેટિંગ પણ સંસ્થા અને સભ્યોના ફાળા દ્વારા કરવામાં આવેલ છે.
સંસ્થાના ભવનમાં નીચેના સુધારા-વધારા તાત્કાલિક રીતે જરૂરી છે .
1.સંસ્થા પરિસરનું રંગરોગાન.
2.સંસ્થાના ઓફિસ રૂમમાં સ્પાર્ટેક ફ્લોરિંગ.
3.બંને રૂમમાં ગ્લેઝડ ટાઇલ્સ જે હાલ લીન્ટલ લેવલ સુધી છે તે સીલિંગ સુધી કરવા.
4.ભૂગર્ભ ટાંકીમાં ગ્લેઝ્ડ ટાઇલ્સ લગાડવા.
5.વિવિધ કાર્યક્રમો માટે મંચ-પ્લેટફોર્મ નું નિર્માણ.
6.ગ્રીલ વ્હેધર શેડ સુધી ખસેડી વરંડાનો રમ મોટો કરવો.
ભવનમાં ઉપરોક્ત અને અન્ય સુધારા વધારા માટે સંસ્થાને મોટા પ્રમાણમાં ફંડની જરૂર છે, જે માટે તેસભ્યશ્રીઓ તરફથી અને સમાજ તરફથી સહાયની આશા રાખે છે.

આપણું વહીવટી માળખું

અમારું વહીવટી માળખું :- સંસ્થાને પોતાનું બંધારણ છે , અને બંધારણ મુજબના  સુવ્યવસ્થિત વહીવટીમાળખા દ્વારા સંથાનો વહીવટ ચાલે છે.

બંધારણ

સંસ્થાનું પોતાનું બંધારણ છે,જે ચેરિટી કમિશ્નરશ્રી પાસે રજીસ્ટર કરાવેલ છે.જેમાં સંસ્થાના હેતુઓ,કાર્યક્ષેત્ર ,વહીવટી માળખું ,કારોબારી સંમિતિ અને હોદ્દેદારો ના કર્યો ,હિસાબી વ્યવસ્થા વગેરે અંગેની
વિસ્તૃત જોગવાઈઓ છે . સંસ્થા આ બંધારણ હેઠળ કાર્યરત છે.

સંસ્થાના બધા સભ્યો (વાર્ષિક અને આજીવન) ની બનેલ  જનરલ સભા સંસ્થાની સર્વોચ્ચ વહીવટી સત્તાછે, જે રોજબરોજના વહીવટ માટે  ૧૫ સભ્યોની એક કારોબારી સમિતિ અને આંતરિક ઓડિટર ની નિમણૂંકકરે છે .સંસ્થાના વાર્ષિક હિસાબો પણ આ સભા પાસ કરે છે.

કારોબારીસમિતિના સભ્યો સંસ્થાના જે તે સમયના ટ્રસ્ટીઓ ગણાય છે,  અને તેઓ પોતાના સભ્યોમાંથીહોદ્દેદારોની (પ્રમુખશ્રી -ઉપપ્રમુખશ્રી -મંત્રીશ્રી -સહમંત્રીઓ –  કોષાધ્યક્ષ-સહકોશાધ્યક્ષ  વગેરે) વરણી કરે છે, જેસંસ્થાનો વહીવટ ચલાવે છે.હાલ કારોબારી સમિતિની મુદત બે વર્ષ છે, જે તાજેતરમાં કરાયેલાબંધારણીય સુધારા મુજબ હવેથી ૩ વર્ષ રહેશે.

હોદ્દેદારો વખતોવખત કારોબારી સમિતિ અને જનરલ સભાને વિશ્વાસ માં લઈનેસંસ્થાનો રોજબરોજનો વહીવટસામુહિક રૂપે ચલાવે છે.અમારા વર્તમાનકારોબારીસભ્યો અને હોદ્દેદારની માહિતી નીચે મુજબ છે.

એકાઉન્ટ્સ

હિસાબો:-સંસ્થાનું નાણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચનું છે,અને દરવર્ષે  હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત થયા બાદ અને સંસ્થાની વાર્ષિક સામાન્ય સભામાં પાસ થયા પછી ચેરિટી કમિશ્નરશ્રી ને
મોકલવામાં આવે છે .વર્ષ ૨૧-૨૨ સુધીના ઓડિટેડ હિસાબો આ રીતે મોકલાઈ ચુક્યા છે. 

સંસ્થાના ગત ૨ વર્ષના ઓડિટેડ હિસાબો

‘આવકનો સ્તોત્ર’

સંસ્થા વાર્ષિક સભ્યો પાસેથી વાર્ષિક રૂ.૪૦૦/- નો સભ્યપદ ફાળો લે છે,જે વર્ષ ૨૩-૩૪ થી વાર્ષિક રૂ.૫૦૦/- થશે.નવા દાખલ થતા સભ્યોએ રૂ.૨૦૦/- ની દાખલ ફી ભરવાની હોય છે .સંસ્થા સરકારશ્રી પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા મેળવતી નથી.સભ્યશ્રીઓ તરફથી અને બહારના હિતેચ્છુઓ તરફથી મળતું દાન એ જ સંસ્થાની મુખ્ય આવક છે.આ વિસ્તારમાં સ્થિત ઓ.એન.જી.સી. સંસ્થામાંથી પણ, સી.એસ.આર .ગ્રાન્ટ રૂપે સંસ્થાને સાધનો રૂપે સહાયતા અનેક વખત મળેલ છે.
સંસ્થાની આર્થિક સ્થિતિ એકંદરે સ્થિર અને સંતોષજનક છે, પરંતુ એટલી સારી નથી કે સંસ્થાના ભવનમાં જરૂરી મોટા ફેરફારો હાથ ધરી શકે , કે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણની બીજી યોજનાઓ હાથ ધરી શકે.આ માટે સંસ્થા સભ્યો અને સમાજ તથા શુભેચ્છકો તરફથી ઉદાર ફાળાની આશા રાખે છે.

સિનિયર સીટીઝન વિકાસ મંડળ ચાંદખેડા માં આપનું સ્વાગત છે.

સંસ્થામાં જોડાવા અથવા તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સભ્યપદ ફરજિયાત નથી. કોઈપણ વરિષ્ઠ નાગરિક સંસ્થામાં જોડાવા અને તેનો લાભ લેવા માટે મુક્ત છે. હાલમાં સંસ્થાના પરિસરની ક્ષમતાને આધીન વાર્ષિક ૧૨૫ સભ્યોની મહત્તમ સદસ્યતા રાખવામાં આવી છે, જો સુવિધાઓ વધારવામાં આવે તો તેમાં વધારો થઈ શકે છે. (તા. 31.08.23) સભ્યોના નામ નીચે મુજબ છે.