(અ) આધ્યાત્મિક પ્રવૃત્તિઓ :-
(બ) શેક્ષણિ પ્રવૃત્તિઓ :-
(ક ) સામાજિક પ્રવૃત્તિઓ :-
(ડ) આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ :-
(ઈ) પ્રવાસો :-
(ફ ) જન્મદિન ઉજવણી :-
સવારના યોગ/વ્યાયામથી સંસ્થાના દિવસનો આરંભ થાય છે સંસ્થામાં દરરોજ સાંજે ૩૫ થી ૪૦ સભ્યો ઉપસ્થિત રહે છે , જે પ્રાર્થના-ભજન-કીર્તન-સત્સંગ-અને ફિલ્મી ગીતોની પણ રમઝટ બોલાવે છે .સભ્યો પ્રેરક પ્રસંગો – હળવી વાતો–અનુભવો બધા સાથે શેર કરે છે.સાંધ્ય સભા વર્ષના ૩૬૫ દિવસ એક પણ રજા વગર યોજાય છે.
આ ઉપરાંત સુંદર કાંડ- યજ્ઞ-મહિલાઓના ભજન- ધાર્મિક સંસ્થાઓના પ્રવચનો -કાર્યક્રમો પણ સંસ્થાના પરિસરમાં અવારનવાર યોજાય છે.ડિસેમ્બર ૨૧માં સંસ્થાએ સાત દિવસીય ભાગવત સપ્તાહનું સફળ અને ભગીરથ આયોજન સંસ્થા પરિસર ખાતે કર્યું હતું. જન્માષ્ટમી-હોળી-દિવાળી-શિવરાત્રી -જેવા તહેવારો પણ સંસ્થા ખાતે હર્ષોલ્લાસથી ઉજવાય છે. એજ રીતે અનેક ધાર્મિક પ્રવાસો પણ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે.
અમે ચાંદખેડા વિસ્તારમાં અને અન્યત્ર પણ શિક્ષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તીઓમાં જોડાયલા રહીએ છીએ.અને શિક્ષણના પ્રચાર-પ્રસારમાં શક્ય તેટલો ફાળો આપતા રહીયે છીએ.સંસ્થાન સભ્યોના પ્રતિભાવાન બાળકોને ઇનામ ,નજીક ની સરકારી શાળામાં પણ બાળકોને ઇનામ અને શેક્ષણિક સાધનોનું વિતરણ ,ગાંધી આશ્રમ સ્થિત છાત્રાલયના બાળકોને ચોપડા અને અન્ય સાધનો આપવા , કલાસૂર્યા ફાઉન્ડેશન જેવી સંસ્થાને ઝૂંપડપટ્ટીમાં શિક્ષણ માટે સાધનો આપવા જેવી શિક્ષણને સહાયક અનેક પ્રવૃત્તિ સંસ્થા દ્વારા કરવામમાં આવે છે.
સામાજિક સોહાર્દ વધે તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે.
સંસ્થા અવારનવાર પોતાના સબ્યોન પરિવારોનું સ્નેહ-મિલાન સંસ્થા ખાતે યોજે છે .કોરોના પ્રતિબંધોને કારણે છેલ્લા ૨ વર્ષથી આ આયોજન થઇ શકયું નથી,પણ સ્થિતિ સામાન્ય બનતાં ફરી આવા આયોજનો શરુ કરાશે.સમૂહ લગ્નોના કાર્યક્રમોમાં પણ યથાશક્તિ સહાયભૂત થાય છે.બાલ-વિવાહના વિરોધમાં ભારત ના સાઇકલ પ્રવાસે નીકળેલ યુવકનું સંસ્થા ખાતે સન્માન કરી , તેમને આર્થિક સહાય પણ આપી હતી .કોરોના કાળ દરમિયાન જરૂરતમંદોને સહાય અને ભોજનની વ્યવસ્થા સંસ્થા ખાતે અને સભ્યશ્રીઓ દ્વારા વ્યક્તિગત સ્તરે પણ પ્રસ્તુતિ આવેલ.વીમા કંપનીઓ-નાણાકીય સંસ્થાઓ પણ સંસ્થા ખાતે કાર્યક્રમો/પ્રેસેંટેશન આપી , સામાજિક-….. સુરક્ષા સંબંધી માર્ગદર્શન આપે છે.
દિવંગત સભ્યશ્રીઓના જીવનસાથીને આર્થિક સહાય.:- સંસ્થા પોતાના દિવંગત સભ્યશ્રીઓના હયાત જીવન સાથીને રૂ.૫૦૦૦/- ની સહાય સંસ્થાના દાની સદસ્યોના ફાળા થાકી ચૂકવે છે..કોરોના કાળ દરમિયાન આવી સહાય અનેક વાર ચૂકવાઈ છે, અને એપ્રિલ ૨૨ પછી ના ગાળામાં પણ કુલ રૂ.૧૩૩૦૦/- ની સહાય બે કિસ્સામાં ચુકવાયેલ છે.
સંસ્થા સભ્યોના આરોગ્ય વિષયક પ્રશ્નો પ્રત્યે હંમેશાં સજાગ રહે છે , કોરોના કાળ માં માસ્કનું વિતરણ , ઠંડા-ગરમ શૅકની ઇલેક્ટ્રિક થેલીઓનું વિતરણ કરવામાં આવેલ.
અનેક ખાનગી-સાર્વજનિક સ્થાઓ દ્વારા આ સંસ્થા ખાતે રોગ નિદાન કેમ્પ રાખવામાં આવે છે ,જેમાં સભ્યશ્રીઓ અને પરિવારજનોના સ્વાસ્થ્યનું ચેક અપ કરી નિદાન આપી આગળનું માર્ગદર્શન અપાય છે. સંસ્થા દ્વારા પણ ક્રિષ્ણા-શેલ્બી -એસ.એમ.એસ. જેવી હોસ્પીટલોનો સંપર્ક કરી ત્યાં સભ્યોને સમૂહમાં લઇ જઈ જનરલ મેડિકલ ચેકઅપ કરાવાય છે.આયુર્વેદિક-ફીઝીઓ થેરેપી -એક્યુપ્રેશર-હાસ્ય-થેરેપી-યોગ-કસરત-મેડિટેશન-વગેરે સ્વાસ્થ્ય સંબંધિત બધી બાબતો અંગે સમાયોસમય વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાય છે.
અમે લગભગ પ્રતિવર્ષ એક કે બે પ્રવાસોનું આયોજન સ્વતંત્ર રીતે કે અન્ય સંસ્થાઓ સાથે મળીને કરીયે છીએ.અમદાવાદના ધાર્મિક સ્થળો ના પ્રવાસ ઉપરાંત અન્ય પ્રવાસોનૂન પણ આયોજન કરાય છે.
વર્ષ ૨૦૨૨ માં એપ્રિલ માસમાં એક દિવસીય એ.સી.બસ પ્રવાસ ઝાડેશ્વર, નારેશ્વર અને મોટા પોઇચા ધામનો કરવામાં આવેલ. શિયાળામાં બીજો પ્રવાસ ગોઠવવા પણ આયોજન છે.અગાઉ શ્રીનાથજી-ઉદયપુર-શામળાજી, પાટણ-શંખેશ્વરનાના પોઇચા,બહુચરાજીમોઢેરા સૂર્ય મંદિરઊંઝા,સોખડાગણેશપુરાકાળીમાતા, દ્વારકાસોમનાથ-ઉમિયાધામ સીદસર . ડાકોર પ્રવાસસ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રવાસ જેવા અનેક પ્રવાસો ખુબ રાહત દરે સંસ્થા દ્વારા યોજવામાં આવેલ છે.
દરેક મહિનાના અંતિમ દિવસે એ મહિનામાં જન્મદિન ધરાવતા સભ્યશ્રીઓનો જન્મદિન સંસ્થા ખાતે ઉમંગભેર ઉજવવામાં આવે છે.કાર્યક્રમના અંતે સભ્યશ્રીઓના ફાળા દ્વારા ભોજન સમારંભ પણ રાખવામાં આવે છે .અનેક દિવંગત સભ્યશ્રીઓની જન્મ જયંતિ પણ તેમના પરિવાર જનો દ્વારા સંસ્થા ખાતે ઉજવવામાં આવે છે. સંસ્થા દર ૧૯મી ઓક્ટોબરે પોતાનો સ્થાપના દિન પણ ખુબ ધામધૂમ થી ઉજવે છે.આ પ્રસંગે જે તે વર્ષે ૭૦ વર્ષ પુરા કરનારા વરિષ્ઠ સભોનું શાલ અર્પણ કરી સન્માન કરાય છે.
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી ;-૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારો સંસ્થાએ કોરોના કાળમાં પણ ખાસ પોલીસ પરવાનગી મેળવી ઉજવ્યા હતા.આ તહેવારોની ઉજવણીમાં ધ્વજ વંદન ઉપરાંત સભ્યો દ્વારા દેશભક્તિના ગીતોની સુંદર રજુઆત થાય છે .ગાયકોને ઇનામો દ્વારા પણ પ્રોત્સાહિત કરાય છે . વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ સંસ્થા ખાતે પ્રતિવર્ષ કરાય છે…
અમે અમારા વિસ્તારના અને અન્ય વરિષ્ઠ નાગરિકોના અને સમાજના કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ગત ૧૬ વર્ષથી ચલાવી રહ્યા છીએ.વધુ વાંચો
સર્વાધિકાર સિનિયર સીટીઝન વિકાસ મંડળ –ચાંદખેડા . દ્વારા અનામત છે અને બ્રો સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત
સંસ્થા વાર્ષિક સભ્યો પાસેથી વાર્ષિક રૂ.૪૦૦/- નો સભ્યપદ ફાળો લે છે,જે વર્ષ ૨૩-૩૪ થી વાર્ષિક રૂ.૫૦૦/- થશે.નવા દાખલ થતા સભ્યોએ રૂ.૨૦૦/- ની દાખલ ફી ભરવાની હોય છે .સંસ્થા સરકારશ્રી પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા મેળવતી નથી.સભ્યશ્રીઓ તરફથી અને બહારના હિતેચ્છુઓ તરફથી મળતું દાન એ જ સંસ્થાની મુખ્ય આવક છે.આ વિસ્તારમાં સ્થિત ઓ.એન.જી.સી. સંસ્થામાંથી પણ, સી.એસ.આર .ગ્રાન્ટ રૂપે સંસ્થાને સાધનો રૂપે સહાયતા અનેક વખત મળેલ છે.
સંસ્થાની આર્થિક સ્થિતિ એકંદરે સ્થિર અને સંતોષજનક છે, પરંતુ એટલી સારી નથી કે સંસ્થાના ભવનમાં જરૂરી મોટા ફેરફારો હાથ ધરી શકે , કે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણની બીજી યોજનાઓ હાથ ધરી શકે.આ માટે સંસ્થા સભ્યો અને સમાજ તથા શુભેચ્છકો તરફથી ઉદાર ફાળાની આશા રાખે છે.
સંસ્થામાં જોડાવા અથવા તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સભ્યપદ ફરજિયાત નથી. કોઈપણ વરિષ્ઠ નાગરિક સંસ્થામાં જોડાવા અને તેનો લાભ લેવા માટે મુક્ત છે. હાલમાં સંસ્થાના પરિસરની ક્ષમતાને આધીન વાર્ષિક ૧૨૫ સભ્યોની મહત્તમ સદસ્યતા રાખવામાં આવી છે, જો સુવિધાઓ વધારવામાં આવે તો તેમાં વધારો થઈ શકે છે. (તા. 31.08.23) સભ્યોના નામ નીચે મુજબ છે.